(ફેબ્રુઆરી – 2014) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 40મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012 અને 2013ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ફેબ્રુઆરી – 2014. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Saturday, 1 February 2014 at 01:11pm)
ભ્રષ્ટ નેતાઓને ચૂંટણીમાં હરાવો : અરવિંદ કેજરીવાલ
‘આમ આદમી પાર્ટી’ના
નામે પ્રામાણિક નેતા હોવાનો ડોળ – દાવો કરનારા નેતાઓને પહેલા
તાવો પછી સત્તા સોંપો : ડમડમબાબા
* * * * * * *
‘ટનાટન’ સરકારવાળા શંકરસિંહ વાઘેલા |
(Monday, 3 February 2014 at 11:11am)
ગુજરાતનું રાજકારણ (2014) અને
ડમડમબાબાની ડુગડુગી...
શંકરસિંહ વાઘેલાએ જેમનો
રાજકારણમાં પ્રવેશ કરાવ્યો અને સક્રિય કર્યા, ચૂંટણી
જીતાડીને લોકસભામાં પહોંચાડ્યા તે પ્રવીણ રાષ્ટ્રપાલ અને મધુસૂદન મીસ્ત્રી
ગુજરાતને ફાળે આવતી બેઠકો પર રાજ્યસભામાં પહોંચી ગયા છે અને ‘બાપુ’ પોતે ગુજરાતમાં વિરોધપક્ષના નેતા બનીને
વિધાનસભા સામે મોં વકાસીને જોઈ રહ્યા છે.
* * * * * * *
(Tuesday, 4 February 2014 at 11:20pm)
4 ફેબ્રુઆરી 2004ના દિને લૉન્ચ થયેલી સોશિયલ
નેટવર્કિંગ સુવિધા ‘ફેસબુક’એ તેના
અસ્તિત્વનો પહેલો દાયકો આજે પૂરો કર્યો.
* * * * * * *
(Thursday, 6 February 2014 at 03:45pm)
“એયને...શું
દિવસો હતા કૉલેજના...દોસ્તો સાથે CCDમાં જઈને
કૉફી પીવાની...ગપાટા મારવાના...ને એયને...ભણવાની કોઈ ચિંતા જ નહીં...”
“અત્યારે શું કરો છો?”...“બસ એજ...કાફે
કૉફી ડે પાર્લરમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવાનું કામ કરું છું.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Friday, 7 February 2014 at 10:25am)
કમ્પ્યૂટરના આગમન સાથે એક
માન્યતા વ્યાપકપણે ઘર કરી ગઈ છે કે...
...નામ લખ્યા પછી ફોન્ટને ‘BOLD’ કરીએ એટલે વ્યક્તિ ‘બહાદુર’ બની ગયો કહેવાય.
* * * * * * *
નજીબ જંગ, દિલ્હીના ઉપરાજ્યપાલ |
(Saturday, 8 February 2014 at 07:40pm)
દિલ્હીનું મુખ્યમંત્રીપદ
સ્વીકારવા માટે અરવિંદ કેજરીવાલને રાજકીય તેમજ બંધારણીય સમજણ આપનાર ઉપરાજ્યપાલ 'નજીબ જંગ'ને એક મહિના
પછી 'આમ આદમી પાર્ટી' અને તેના
મુખિયા જો કૉંગ્રેસના એજન્ટ કહેતા હોય...તો...
...એમ કહેવાવાળાને...'અજીબ નંગ' કહેવા જોઈએ.
* * * * * * *
ગુણવંત શાહની ગાડી ગબડી |
(Sunday, 9 February 2014 at 05:55pm)
ખાસ કોઈ સંબંધ ન હોવા છતાં
આચાર્ય યશવન્ત શુક્લએ 1977માં પ્રગટ
થયેલા મારા પ્રથમ નિબંધસંગ્રહ ‘કાર્ડિયોગ્રામ’ની
પ્રસ્તાવના લખી આપી હતી. એ પછી મારી ગાડી ગબડવા લાગી. (ગુણવંત
શાહ, વિચારોના વૃંદાવનમાં, દિવ્યભાસ્કર Sunday પૂર્તિ, રવિવાર 9 ફેબ્રુઆરી 2014)
ડમડમબાબાની ડુગડુગી...1990 પછી જ્યારે
જ્યારે દેશમાં કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું છે ત્યારે ત્યારે આ ગાડીએ ગમે તે
દિશામાં ટર્ન લીધો છે...યુ ટર્ન પણ લીધો છે...અને ક્યારેક ગાડીને ગુલાંટ પણ ખવડાવી
છે. આમ કરતી વખતે હૉર્ન વગાડવું જરૂરી ગણાય તેની અવેજીમાં લેખકે વ્યક્તિગત
સંદર્ભોવાળી તોછડી વિગતો લખવાનું મુનાસિબ સમજ્યું છે.
(એક જરૂરી સંદર્ભ: સદ્દગત યશવન્ત શુક્લ અમદાવાદની એચ.કે. આર્ટ્સ કૉલેજનું આચાર્યપદ શોભાવતા હતા.)
(એક જરૂરી સંદર્ભ: સદ્દગત યશવન્ત શુક્લ અમદાવાદની એચ.કે. આર્ટ્સ કૉલેજનું આચાર્યપદ શોભાવતા હતા.)
* * * * * * *
મિથુન ચક્રવર્તી અને અમિતાભ બચ્ચન |
(Monday, 10 February 2014 at 11:33am)
ભારતનું રાજકારણ (2014) અને
ડમડમબાબાની ડુગડુગી...
વર્ષ 1984 – અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) લોકસભા
બેઠક પરની ચૂંટણી જીતીને અમિતાભ બચ્ચન કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય બન્યા....
ત્રીસ વર્ષ પછી...વર્ષ 2014 – પશ્ચિમ બંગાળના ફાળે આવતી
રાજ્યસભાની બેઠક પરની ચૂંટણી જીતીને ‘ગરીબ ફિલ્મ નિર્માતાઓના
અમિતાભ બચ્ચન’ તરીકે ઓળખાતા મિથુન ચક્રવર્તી તૃણમૂલ કૉંગ્રેસ
પક્ષના સંસદસભ્ય બન્યા.
* * * * * * *
સાગર મુવીટોન by બીરેન કોઠારી (*) |
(Tuesday, 11 February 2014 at 06:15am)
મુંબઈના રસ્તે...Apurva Ashar,
Dhaivat Trivedi અને Neesha Parikh સાથે...Biren
Kothari દ્વારા લિખિત ‘સાગર મુવીટોન’ પુસ્તકના
આમિર ખાન દ્વારા આજે સાંજે થનારા વિમોચન સમારંભમાં સામેલ થવા...Indigo દ્વારા...
(સ્પષ્ટતા: Indigo ઍરલાઇન્સ
દ્વારા નહીં...Indigo કાર દ્વારા) Kartik Shah,
Sonal Kothari અને Urvish
Kothari સાથે ખરા...પણ...કર્ણાવતી
એક્ષપ્રેસમાં...
* * * * * * *
(Thursday, 13 February 2014 at 12:55pm)
નાના – મોટા કોઈ પણ ગામમાં રસ્તો પૂછનારી અજાણી વ્યક્તિ એમ કર્યા પછી કારના બ્રેક
પેડલ પર પગ મુકે તો જ ગામનો રસ્તો બતાવવો...નહીં તો...
...ગામ બહાર જતો રસ્તો બતાવવો...
* * * * * * *
(Friday, 14 February 2014 at 02:50pm)
આગામી ઑલમ્પિક સ્પર્ધા માટે
ભારતીય કુસ્તીબાજોની...Sorry…સંસદસભ્યોની
પસંદગી યાદીને ગઈકાલે આખરી ઓપ આપવામાં આવ્યો.
* * * * * * *
કેશુભાઈ પટેલ
ગુજરાતના ભૂતપૂર્વ CM નહીં MLA
|
(Saturday, 15th February 2014 at 05:55pm)
ગુજરાત અને દિલ્હીનું રાજકારણ (2014) અને
રાજીનામાની રામકહાણી...
રાજ્યસભામાં આંટો મારી આવેલા, ચાર વર્ષ
માટે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા અને ચાલીસ વર્ષથી ધારાસભ્યપદ ભોગવતા કેશુભાઈ
પટેલએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા પછી છાપાઓને જાણ જોગ ‘પ્રેસ નોટ’ મોકલવી પડી. પ્રથમવાર
ધારાસભ્યપદે ચૂંટાયેલા અરવિંદ કેજરીવાલે 49 દિવસ
મુખ્યમંત્રીપદ ભોગવ્યા પછી રાજીનામું આપ્યું તો દેશભરના અખબારોમાં ‘પહેલા પાના’ના
સમાચાર બન્યા....બાપાના ધોળામાં ધૂળ પડી.....
* * * * * * *
સરદાર – સાચો માણસ, સાચી વાત by ઉર્વીશ કોઠારી (*) |
(Monday, 17 February 2014 at 12:34pm)
સરદાર – સાચો માણસ, સાચી વાત...ઉર્વીશ કોઠારી લિખિત આ પુસ્તક સંદર્ભે એકવીસમી સદીના પ્રથમ
દાયકામાં (વર્ષ 2001થી 2010) પ્રકાશિત થયેલા
ચરિત્રસાહિત્યની નોંધ લેતા શ્રી મનસુખ સલ્લા લખે છે કે...
‘સરદાર – સાચો
માણસ, સાચી વાત’ (2005)માં ઉર્વીશ કોઠારીએ સરદાર
વલ્લભભાઈનું સર્વાંગીણ પણ નોંધપાત્ર ચિત્રણ કર્યું છે. લેખકનો ઉંડો અભ્યાસ અને
સામગ્રીચયનનો વિવેક દેખાઈ આવે છે. અતિશયોક્તિ કે માત્ર ગુણકીર્તનથી અળગા રહી
સરદારના પ્રદાનને વાજબી પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યું છે. સરદાર વિશેના કેટલાક
ભ્રમોનું નિરસન કરીને સાચી વાતો ઉપસાવવા પ્રયત્ન કર્યો છે. સરદારના વ્યક્તિત્વને
પૂરતો ન્યાય આપનાર આ નોંધપાત્ર ચરિત્ર છે. લેખકની ભાષા હેતુસાધક સાબિત થઈ છે.
(ગુજરાતી સાહિત્ય પરિષદનું
મુખપત્ર ‘પરબ’, જાન્યુઆરી – ફેબ્રુઆરી 2014નો 21મી સદી પ્રથમ દાયકાનો વિશેષાંક, પાનું 137થી 150)
* * * * * * *
(Tuesday, 18 February 2014 at 09:20am)
“એક
મુંબઈ...ગુજરાત મેલનું સ્લીપર રિઝર્વેશન આપોને.”
“એક પણ જગ્યા
નથી ભાઈ...Sorry…”
...“અરે ટપાલના
ડબામાં જગ્યા આપો સાહેબ...ઇન્ટરનેટ...ઇ-મેલના જમાનામાં આમેય ટપાલના કોથળા ઓછા જ થઈ
ગયા હશેને?...એની જગ્યામાં લંબાવી
દઇશું...બસ.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
પી. ચિદમ્બરમ |
(Wednesday, 19 February 2014 at 01:50pm)
પી. ચિદમ્બરમનું બજેટ ભાષણ
સાંભળ્યાના બીજા દિવસે એક ભિખારી મર્સિડીઝ કારના શૉ-રૂમની બહાર ઊભો રહ્યો. એક ભાઈ
(અથવા બહેન) નવી કારની ડિલિવરી લઈ બહાર આવ્યા તો એમને વિનંતી કરતા કહેવા લાગ્યો
કે...“શેઠ (અથવા શેઠાણી)...એક
મોટરસાઇકલ લઈ આપોને...ભીખ માંગવા જોઇએ છે...તમારે તો એક્સાઇઝ ડ્યૂટી ઘટી એટલી બચત
થઈ જ છે ને...તો થોડું દાન-ધરમ કરતા જાવ...”
* * * * * * *
(Friday, 21 February 2014 at 11:11am)
‘Thank You’ અને ‘Sorry’ પછી ‘હોં’
બોલાતું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કશુંય થવાનું
નથી...બચાવવાના પ્રયત્નો કરવાની તો સહેજે જરૂર નથી.
આજે 21 ફેબ્રુઆરી – સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રયોજાયેલો ‘વિશ્વ માતૃભાષા દિવસ’
* * * * * * *
(Saturday, 22 February 2014 at 10:30am)
અમદાવાદ જેવા શહેરોમાં દરેક ચાર
રસ્તા પર ઑવરબ્રીજ બની જશે તે પછી આગામી ચોમાસામાં છત્રી કે રેઇનકોટની જરૂર રહેશે
નહીં.
* * * * * * *
(Wednesday, 26 February 2014 at 11:11am)
જસ્ટિસ અને ડૉક્ટર વચ્ચે શું
તફાવત છે?
સગાં, સંબંધી કે પરિચિત વ્યક્તિના ન્યાય
માંગતા કેસ પેપર્સ (બ્રીફ) કોર્ટ સમક્ષ આવે તો જસ્ટિસ ‘નોટ
બીફોર મી’ / Not
Before Me કરી શકે છે...
...સારવાર માટે આવતા દર્દી કે કેસ
પેપર્સ સગાં – સંબંધીના હોય તો પણ ડૉક્ટર આવી
ટિપ્પણી (રિમાર્ક) કરી શકતા નથી.
ડમડમબાબાનું ચોંકાવનારું
સંશોધન.....
* * * * * * *
હૃતિક રોશન અને સુઝાન ખાન |
(Thursday, 27 February 2014 at 02:22pm)
“મિસ્ટર રોશન
(હૃતિક)...સુઝાન ખાન સાથે લગ્નવિચ્છેદ (‘છૂટાછેડા’નું સભ્ય ગુજરાતી) થયા પછી પત્ની અને બાળકો વિના આપ સમય કેવી રીતે પસાર
કરો છો?”
“જેના માટે
મૉડલિંગ કર્યું હતું તે રાડો (RADO) ઘડિયાળમાં સમય જોઇને.”
ડમડમબાબાની ડિવોર્સ ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Friday, 28 February 2014 at 02:00pm)
ગ્રાહકો જોગ સૂચના...નેનો કાર
ખરીદવા આવનારે તેને ચલાવનાર તેમજ તેમાં બેસનાર વ્યક્તિઓના વજન જણાવવા જેથી એવરેજ
અંગે સાચી માહિતી આપી શકાય.
ગયા મહિને અહીં મુકેલી જાન્યુઆરી
– 2014ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગયા વર્ષે માર્ચ મહિનામાં અહીં મુકેલી
ફેબ્રુઆરી – 2011, ફેબ્રુઆરી – 2012 તેમજ ફેબ્રુઆરી – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ
લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/03/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/03/2011.html
(* નિશાની વાળી તસવીર : સાર્થક પ્રકાશનના સૌજન્યથી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
I was curious about Gunvant Shah: And, i would only say: BANG ON!! Claps, Claps, Claps. He is a cancer of Gujarati language.
ReplyDeleteAnd sadly, it is such a sweet cancer, that nobody seems to be in mood of going through rigorous chemo therapy or stem cells transplantation.
ReplyDelete‘સરદાર - સાચો માણસ, સાચી વાત‘ આ ગ્રંથ મને ઉર્વીશ કોઠારીએ ભેટ આપ્યો. વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડ્યો.
ReplyDeleteપ્રા. રામજી સાવલિયા (અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK : 29 March 2014)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 99મી પોસ્ટ (26 માર્ચ 2014)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 30 જુલાઈ 2014