(મે – 2013) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી
ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના
સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે મે – 2013. જે તે
દિવસના વાર, તારીખ
સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
બાઘાબોય તુષાર કપૂર |
(Wednesday, 1 May
2013 at 05:25pm)
ડમડમબાબાની ડુગડુગી.....
હિન્દી ફિલ્મોમાં ‘બાઘાબોય’ તરીકે રજૂ
થતો આવેલો તુષાર કપૂર નવેસરથી બઘવાઈ ગયો છે......એક પણ ફિલ્મની કમાણી વગર ઘરે
આવકવેરાના દરોડા પડ્યા એટલે...
* * * * * * *
(Thursday, 2 May 2013 at
11:55pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“સાહેબ, આજે આપણી સરકારનું એકપણ કૌભાંડ
બહાર આવ્યું નથી.”...“એ પણ
કૌભાંડનો જ એક ભાગ છે...જેનું નામ છે......મીડિયા મેનિપ્યુલેશન.”
* * * * * * *
(Friday, 3 May 2013 at
02:25pm)
ડમડમબાબાની કવિતા : કવિતામાં ડુમો...
સરબજીતને શ્રદ્ધાંજલિ...
નશામાં કાંટાળી વાડ ઓળંગી પહોંચ્યો પારકા પ્રદેશમાં...
...નિશ્ચેતન દેહ કૉફિનમાં પાછો આવ્યો માદરે વતનમાં...
* * * * * * *
(Saturday, 4 May 2013 at
09:35am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....રેસ્ટોરન્ટના મસાલા
ઢોંસામાં એટલો ઓછો મસાલો (બાફેલા બટાકાનો માવો) હોય છે કે......મંદિરના મુખિયાજીની
મુઠ્ઠીમાંના પ્રસાદનું પ્રમાણ તેની સરખામણીમાં વધારે લાગે...
* * * * * * *
(SURAT: Monday, 6 May 2013
at 00:35am)
ડમડમબાબાની ચોંકાવનારી અને સંશોધનાત્મક
જાહેરાત.....મુંબઈમાં આજે એક નવી દુકાનની શરૂઆત થવાની છે......જેનું નામ છે...‘મરીન ડ્રાઇવ પેન ડ્રાઇવ સ્ટોર’
* * * * * * *
(SURAT: Monday, 6 May 2013
at 09:30am)
સાર્થક પ્રકાશન પ્રારંભના એક મહિના પછી......ડમડમબાબા સાથે ડાયલોગ સિરીઝ.....
“આ પ્રકાશન સંસ્થાના પ્રારંભથી
આપના જીવનમાં શો ફરક પડ્યો?”...“જુઓ ભાઈ, સાર્થક પ્રકાશનના દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી અને કાર્તિક
શાહ...ચારેય સાથે ફોનથી સંપર્કમાં છું. અવારનવાર તેઓને મળવાનું પણ થાય છે. પણ...”
“…પણ એમાં આ ઉર્વીશ કોઠારી હવે
ફોનમાં મારી સાથે વાત કરતા સલવાઈ જાય છે...”
“અગાઉ એ પૂછતો કે મોદી ઘરે છું? તો હું તેને હા કે ના બોલીને
જવાબ આપતો હતો...હવે હું તેને એમ કહું છું કે હું સાર્થક પ્રકાશનની ઓફિસે છું.
નક્કી એણે કરી લેવાનું કે હું ઘરે છું કે નથી?”
* * * * * * *
(SURAT: Tuesday, 7 May 2013 at 11:00am)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“ડૉક્ટર સાહેબ, સવારે ચા – નાસ્તો કર્યા પછી તબિયતમાં લોચો પડ્યો છે.”...“નાસ્તામાં શું લીધું હતું?”...“લોચો.”
* * * * * * *
(Wednesday, 8 May 2013
at 01:25pm)
ડમડમબાબાનું ચોંકાવનારું રાજકીય અવલોકન…..
કર્ણાટકમાં રેડ્ડીભાઈઓએ ખાણો ખોદવાનું ગેરકાયદે કામ શરૂ
કર્યું......એ સાથે જ ભારતીય જનતા પક્ષના વડાપ્રધાનપદનાં સ્વપ્નાની કાયદેસર ઘોર
ખોદાઈ ગઈ...
* * * * * * *
રાજીવ ગાંધી |
(Thursday, 9 May 2013 at
03:00pm)
ડમડમબાબાનાં ડાયલોગ
સિરીઝના ચોંકાવનારા સંશોધન.....
“દિલ્હીથી અમે એક રૂપિયો મોકલીએ
છીએ પણ ગામડાં સુધી તો માત્ર વીસ પૈસા જ પહોંચે છે. આ પરિસ્થિતિ બદલવી પડશે.” – વડાપ્રધાન
રાજીવ ગાંધી (પંચાયતીરાજની
જાહેરાત કરવા માટે ગાંધીનગરમાં યોજાયેલી એક રેલીમાં સંબોધન કરતા, વર્ષ 1988)
“દિલ્હીમાં અમે અબજો રૂપિયાના
કૌભાંડો કરીએ છીએ પણ માધ્યમો સુધી ખબર પહોંચતા એ રકમ કરોડોની થઈ જાય છે. આ
પરિસ્થિતિ પણ બદલવી પડશે.” – વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (કટકીરાજની જાહેરાત કરવા માટે મે – 2014 સુધીમાં દેશમાં ક્યાંય પણ
યોજાનારી જાહેરસભાનું સંભવિત સંબોધન)
* * * * * * *
(Friday, 10 May 2013 at
12:10pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“ફેરનેસ ક્રીમની એક ટ્યૂબ આપોને.”...“લેડિઝ માટે જોઈએ કે જેન્ટસ્
ક્રીમ?”...“અરે ભાઈ (અથવા બહેન), મોબાઇલ માટે જોઈએ છે. તેને
સ્માર્ટફોન બનાવવો છે.”
* * * * * * *
(Saturday, 11 May 2013 at 02:22pm)
DamDamBaba's Sensational Research.....
Laughter is the Best Medicine......which does not cover
under Mediclaim Policy.....Binit Modi (Ahmedabad)
* * * * * * *
(Sunday, 12 May 2013 at
12:45pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
કેન્દ્રની કોંગ્રેસી મોરચા સરકારના પાછલા પાંચ વર્ષના
શાસનમાં રાજીનામા આપનારા કે કાઢી મુકાયેલા પ્રધાનોની સંખ્યા પરથી એટલું નક્કી થાય
છે કે......મે – 2014માં પંદરમી
લોકસભાની મુદત પૂરી થશે ત્યાં સુધીમાં......કોંગ્રેસનો કે તેને ટેકો આપનારા
પક્ષોનો એકપણ સંસદસભ્ય પ્રધાન બન્યા વગરનો નહીં રહે...
* * * * * * *
(Monday, 13 May 2013 at
02:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતના યુવક – યુવતીઓ
અન્યાયનો ભોગ બની રહ્યાં છે અને કોઈનું એ તરફ ધ્યાન જ નથી........કેન્દ્ર સરકારે
છેલ્લા બે મહિનામાં પેટ્રોલના ભાવમાં લિટરે આઠ (Rs.
8/-) રૂપિયાનો ઘટાડો
કર્યો......પરંતુ પેટ્રોલ વૉશ્ જિન્સની કિંમતોમાં હજી કોઈ જ ઘટાડો થયો નથી...આ
અન્યાય છે...
* * * * * * *
(Tuesday, 14 May 2013 at
12:00 Noon)
ડમડમબાબાની કવિતા : કવિતામાં ડુગડુગી
ખબર મળ્યા છે કે આગ્રાની મ્યુનિસિપાલિટીએ FSI વધારી છે...
...તો પછી માર્જિનની જગ્યામાં શાહજહાં – મુમતાઝની સાથે મારી પણ કબર ચણવા દેજો.....
* * * * * * *
(Wednesday, 15 May 2013
at 10:10am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....(ધોરણ 12
– વિજ્ઞાનપ્રવાહનું 92 ટકા પરિણામ
જાહેર થયા પછી)
પાછલા વર્ષોમાં દસમા – બારમા ધોરણમાં
નપાસ થયેલાને પણ જો પાસ જાહેર કરી દેવામાં આવે તો ચાલુ વર્ષે પરિણામની ટકાવારી 100 ટકાને પણ ટપી
જાય.
* * * * * * *
(Thursday, 16 May 2013
at 10:40am)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“જજસાહેબ, આપઘાત કરીને જીવન ટૂંકાવવું છે.
ઇચ્છામૃત્યુની પરવાનગી આપો.”...“મોબાઇલ રાખો
છો અને કસ્ટમર કેરમાં વાત નથી થતી?”…“હા.”
“ટી.વી. જોવા સેટેલાઇટ કેબલ
કનેક્શન રાખ્યું છે અને અકાઉન્ટમાંથી બેલેન્સ જાણ બહાર કપાઈ જાય છે?”…“હા.”
“પાઇપલાઇન ગેસનું જોડાણ છે અને
બિલ ખોટું આવે છે?”…“હા.”...“બેન્કમાં ખાતું છે અને અકાઉન્ટ
સ્ટેટમેન્ટમાં ભળતા-સળતા ચાર્જિસ ઉધારાય છે?”…“હા.”...
“તો તમે અડધો રસ્તો કાપી લીધો
છે. મારી પરવાનગીની કોઈ જરૂર નથી.”
* * * * * * *
સંજય દત્ત |
(Thursday, 16 May 2013 at 05:25pm)
2002માં રિલીઝ થયેલી સંજય
દત્તની એક ફિલ્મનું નામ 'હથિયાર' છે જે ઘરમાં
રાખવાના કારણે તેને 2013માં જેલમાં જવાનો
વખત આવ્યો.
* * * * * * *
શ્રીસંત |
(Thursday, 16 May 2013 at 06:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ક્રિકેટ સાથે 'શ્રી' (સંપત્તિ)
જોડાયેલી છે...'સંત'પણાની હાજરી તો ક્યારેય હતી જ
નહીં...પણ 'શ્રીસંત'ની તો આજે એક
જ દિવસમાં બાદબાકી થઈ ગઈ.....
* * * * * * *
સોનુ નિગમ |
(Friday, 17 May 2013 at
11:11am)
હિન્દી ફિલ્મ ઉદ્યોગની શતાબ્દી અને ડમડમબાબાનું ચોંકાવનારું
સંશોધન.....(શુક્રવાર સ્પેશિયલ – નવી ફિલ્મોનો રિલીઝ દિવસ)
હજારો કલાકાર – કસબીઓ જોઈ
ચૂકેલા હિન્દી ફિલ્મ ઉદ્યોગ જગતમાં એક માત્ર ગાયક કલાકાર છે જેના નામનું અંગ્રેજી
થઈ શકે છે...સોનુ નિગમ – Gold
Corporation
* * * * * * *
(Saturday, 18 May 2013
at 12:45pm)
ભણતર, નોકરી અને વેપારને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી મળતા લિવીંગ સર્ટિફિકેટ (School Leaving Certificate)ના
ટૂંકાક્ષરી શબ્દો SLC કારકિર્દીના વર્ષો દરમિયાન પણ સાથે જ રહે છે...જેમ કે...નોકરી કરો અને
માંદગીની રજા લો તો ‘SL’ (Sick
Leave)...આકસ્મિક રજા લો તો ‘CL’ (Casual Leave)......અને વેપાર
કરવા માટે બેન્ક પાસેથી ઋણ વ્યવસ્થા મેળવો તો ‘LC’ (Letter of Credit)
* * * * * * *
(Sunday, 19 May 2013 at
11:45am)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“સ્માર્ટફોનના નવા મૉડલ પરદેશના
બજારમાં રજૂ થયા પછી ભારતના માર્કેટમાં આવતા કેમ સમય લાગે છે?”...“વિઝા મળતા સમય તો લાગેને.”
* * * * * * *
(Monday, 20 May 2013 at
03:20pm)
ડમડમબાબાની ચોંકાવનારી જાહેરાત.....ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL – 6)ની આજે સાંજે રમાનારી મેચની પ્રતિસ્પર્ધી ટીમના નામ છે......રાજસ્થાન રોયલ્સ
વિરૂદ્ધ બુકી ઇલેવન.....
* * * * * * *
(Tuesday, 21 May 2013 at
01:45pm)
ડમડમબાબાનું ખરેખરું ચોંકાવનારું સંશોધન.....
માહિતી, જ્ઞાન-વિજ્ઞાન કે પ્રાણી-પક્ષી જગતની અવનવી વાતોથી વાકેફ રાખતી નેશનલ જિઅગ્રૅફિક, ડિસ્કવરી અને ઍનિમલ પ્લૅનિટ ચેનલ કે ફૅશન, ફૂડ અને ટ્રાવલ જેવા વિષયો પર
માહિતી આપતી TLC અને ફોક્સ ટ્રાવેલર જેવી ચેનલો તેમના કાર્યક્રમ દરમિયાન ભારતના સંદર્ભમાં
કોઈ વાત રજૂ કરવાની હોય ત્યારે દુનિયાના પરિપ્રેક્ષ્યમાં ભારતનો નકશો દર્શાવતી
વખતે એ નકશાની ટોચ પરથી જમ્મુ – કાશ્મીર નામનું રાજ્ય ગાયબ
કરી દે છે અથવા તો તેનો કલર માર્કિંગમાં પણ સમાવેશ કરવામાં આવતો નથી. દેશના સાર્વભૌમત્વના સંદર્ભે ખરેખર ગંભીર કહી શકાય તેવી આ બાબત પરત્વે
ટેલિવિઝન્ પર કાર્યક્રમો પ્રસારિત કરવાના ધારાધોરણ નક્કી કરતું તંત્ર (જો હોય તો
અને ખરેખર કામ કરતું હોય તો) કેટલું ઘોર બેદરકાર છે તે છતું થાય છે.
* * * * * * *
(Wednesday, 22 May 2013
at 11:45am)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“બાબા તમે સ્માર્ટફોનનો ઉપયોગ
કેમ નથી કરતા?”...“તેની કિંમત જેટલો ટૉકટાઇમ પણ
મેં હજી વાપર્યો નથી એટલે.”
* * * * * * *
(Thursday, 23 May 2013
at 04:25pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
એક અંગ્રેજી શબ્દનું વિરૂધ્ધાર્થી આપવામાં ‘ફેસબુક’ સૌથી ઝડપી સાબિત થયું છે...
...‘Like’નું ‘Unlike’ કાચી સેકન્ડમાં કરી આપે છે.....ખાતરી
કરવી હોય તો ‘Like’ બટન દબાવો.
* * * * * * *
અરસદ વારસી |
(Friday, 24 May 2013 at
04:10pm)
હિન્દી ફિલ્મ ઉદ્યોગની શતાબ્દી અને ડમડમબાબાનું ચોંકાવનારું
સંશોધન.....(શુક્રવાર સ્પેશિયલ – નવી ફિલ્મોનો રિલીઝ દિવસ)
હજારો કલાકાર – કસબીઓ જોઈ
ચૂકેલા હિન્દી ફિલ્મ ઉદ્યોગ જગતમાં એક માત્ર કલાકાર એવા છે જે ભારતના મોટા ભાગના શહેરોમાં પોતાની
માલિકીનું ઘર ધરાવે છે...અરસદ વારસી ઉર્ફે સર્કીટ અને તેનું ઘર એટલે – Circuit House
* * * * * * *
(Saturday, 25 May 2013
at 10:00am)
ડમડમબાબાનું ચોંકાવનારું સામાજિક – આર્થિક સંશોધન...યાને...કલ, આજ ઔર કલ...
અગાઉ ઘરના બૃહદ – સંયુક્ત
પરિવારના સભ્યો વચ્ચે એક સ્કૂટર હોય તો ચાલી જતું હતું......સમય બદલાયો...પરિવાર
નાના થયા – વિભક્ત થયા...ગાડી આવી...અને તેય એક
નહીં...બબ્બે...પરિવારના સભ્યો વચ્ચે અલગ-અલગ...
...ઉફ્ફ...આ ગરમી...હવે આવતે વર્ષે એક રૂમમાં બે
એરકંડિશનરનો રિવાજ લાવી દે તો નવાઈ નહીં લાગે...
* * * * * * *
(Monday, 27 May 2013 at
12:40pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“મેડમ, ગુજરાતીના હોમવર્કમાં આવતીકાલે શું
કરીને લાવીએ?”...“આઈ.પી.એલ ક્રિકેટ વિશે ‘લલિત’ નિબંધ લખી
લાવજો.”
* * * * * * *
(Tuesday, 28 May 2013 at
10:15am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ગઈકાલ રાતથી ‘સોની’ ચેનલ પર શરૂ થયેલી મહારાણા પ્રતાપ વિશેની સિરિઅલ જોઈને પણ શૂરવીરપણુ
પ્રગટે એવી કોઈ શક્યતાઓ નથી......કેમ કે...સિરિઅલનો સમય રાતના દસ વાગ્યાનો
છે......જેને જોયા પછી મોટા ભાગની પ્રજા ઊંઘી જાય છે...સવારે ઉઠે ત્યારે શૂરવીરતાનું
બાષ્પીભવન થઈ ગયું હોય.
* * * * * * *
(Wednesday, 29 May 2013
at 12:05pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“પેલા ભાઈ તો જોક કહેને ત્યારે
સાંભળનારનું પેટ હસી-હસીને દુખી જાય.”...“એ તો વાસી
ખોરાકની જેમ જૂના જોક સંભળાવે તો એવું જ થાયને.”
* * * * * * *
(Thursday, 30 May 2013
at 02:05pm)
ડમડમબાબાનું કારકિર્દી સંબંધી અગત્યનું માર્ગદર્શન.....
ક્રિકેટમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા નવલોહિયાઓએ નક્કી કરી
લેવું પડશે કે......બોલર તરીકે કારકિર્દી બનાવવી છે......બેટ્સમેન તરીકે કારકિર્દી
બનાવવી છે......કે બુકી બનીને બન્નેમાં પગપેસારો કરવો છે...
* * * * * * *
કપૂર ખાનદાન |
(Friday, 31 May
2013 at 01:30pm)
હિન્દી ફિલ્મ ઉદ્યોગની શતાબ્દી
અને ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....(શુક્રવાર સ્પેશિયલ – નવી ફિલ્મોનો રિલીઝ દિવસ)
હજારો કલાકાર – કસબીઓ જોઈ ચૂકેલા હિન્દી ફિલ્મ ઉદ્યોગ જગતમાં એક
કુટુંબ એવું છે જેના સભ્યો ચાર-ચાર પેઢીથી ફિલ્મક્ષેત્રે પ્રવૃત્ત છે...જેના
ખાનદાની નામનું અંગ્રેજી......ડિક્ષનરીમાં ઉપલબ્ધ છે......કપૂર ખાનદાન, કપૂર એટલે – Camphor
ગયા મહિને અહીં મુકેલી એપ્રિલ –
2013ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી –
(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 66મી પોસ્ટ (13 જૂન 2013)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 1 ઑગસ્ટ 2013
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
66મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 13-06-2013 to 13-06-2014 – 200
બિનીત મોદી (અમદાવાદ)
તમારું હરવું–ફરવું અસામાન્ય છે. તમારાં કાન, આંખ જે પકડી પાડે છે તેને તમારા શબ્દો તાકાતથી પ્રગટ કરે છે. હરતાં ફરતાં શીર્ષકમાં જાણેઅજાણે તમારા શબ્દોને અન્યાય થતો લાગે!
ReplyDelete(હરતાં ફરતાં પ્રગટતાંમાં પ્રગટતાં શબ્દ અધ્યાર ગણીએ તો ચાલે.)
– જુગલકિશોર વ્યાસ (અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK : 15 June 2014)