પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, October 30, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ – 2010




સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.

આ રીતે જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી અને આ વિષયે છ પોસ્ટ અપલોડ કર્યા બાદ પ્રસ્તુત છે વર્ષ 2010ના સ્ટેટસ પ્રોફાઇલ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.

હા, એટલું યાદ કરવું ગમશે કે બિધાન એડવર્ટાઇઝિંગમાં સાથે કામ કરતા મિત્ર અમિત દવેએ શનિવાર, 23 જાન્યુઆરી 2010ના દિવસે ફેસબુક એકાઉન્ટની શરૂઆત કરી આપી હતી અને સાંધ્ય દૈનિક સમભાવ મેટ્રોમાં સાથે કામ કરી ચૂકેલો મિત્ર ચેતન પુરોહિત 6 ફેબ્રુઆરી 2010ના રોજ મારો પહેલો ફેસબુક ફ્રેન્ડ બન્યો હતો. શરૂઆતના થોડાક સ્ટેટસ અંગ્રેજીમાં જ લખ્યા હતા કારણ કે કમ્પ્યૂટરમાં ગુજરાતી લખવાની ફાવટ નવેસરથી મેળવવાની બાકી હતી.

આભાર.
Joined FACEBOOK on Saturday, 23rd January 2010 at 09:35pm

(Thursday, 24 June 2010 at 05:39pm)
US denies VISA to Narendra Modi, Nitish Kumar doesn't want him to enter BIHAR. Now my worry is that where should he GO?
* * * * * * *

(Saturday, 21 August 2010 at 06:06pm)
Noted & Senior Journalist from Gujarat DIGANT OZA died today morning at Ahmedabad. He was 71.
* * * * * * *

શશી થરૂર
(Monday, 23 August 2010 at 06:36pm)
Ex. Diplomat, Ex. Minister and Current MP from Kerala ShashiTharoor knot ties third time. If Sunanda Pushkar got status of Ex. Wife of Tharoor and He Remarry again, THAROOR will become Kishore Kumar (Ace Singer of Hindi Cinema) of Indian Politics.
* * * * * * *

વિશ્વનાથન આનંદ
(Wednesday, 25 August 2010 at 10:10pm)
How CHESS Grand Master Vishwanathan Anand complains about his insult over Honorary Degree and his Indian citizenship issue? His biggest INSULT is being carried out by NIIT (Computer Education Company, whose Brand Ambassador is Anand) and still going on, compel him to wear, shown their ‘Precious – Priceless’ LOGO, even when he visits Prime Minister of India Dr. Manmohan Singh, after achieving Grand Master success.
* * * * * * *

(Thursday, 26 August 2010 at 08:15pm)
Afghanistan-Ni-AAJKAL, Good Article in DIARY Form By GULF NEWS http://gulfnews.com/news/world/afghanistan/journey-to-afghanistan-1.672905
* * * * * * *

(Tuesday, 31 August 2010 at 09:59pm)
URVISH KOTHARI, a Journalist from Gujarat is going to complete 15 year of ACTIVE and USEFULL Journalism and Creative Writing on 1st September 2010. Started his career in 1995 with Abhiyaan Weekly (Then Published from MUMBAI), Penned a life sketch book of Sardar Patel, Now with Gujarat Samachar Daily writes BLOG www.urvishkothari-gujarati.blogspot.com
* * * * * * *

(Friday, 10 September 2010 at 07:40pm)
FF – Fast Friend (OLD Term), FF – Facebook Friend (NEW Term)
* * * * * * *

(Monday, 13 September 2010 at 06:15pm)
મોંઘવારી ડગલેને પગલેરોજે રોજ નડે છે, માત્ર છાપાની પસ્તી વેચતી વખતેજ એ નડતરરૂપ નથી લાગતી.
* * * * * * *

(Wednesday, 22 September 2010 at 04:43pm)
બકિંગહામ પેલેસથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સ બેટન રીલેનો ભારતના ગામે ગામ સ્વીકાર થઈ રહ્યો છે. માત્ર તેના આયોજન સંબંધે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.
* * * * * * *

(Tuesday, 28 September 2010 at 06:02pm)
કૃષ્ણ ભગવાને નિર્વાણ સમયે કહ્યું હતું કે જયારે જયારે જરૂર પડશે ત્યારે આ પૃથ્વી પર હું અવશ્ય જન્મ ધારણ કરીશ, અવતાર લઈશ. હાલ કૃષ્ણ ભગવાને તો જન્મ અવતાર લેવાની જરૂર લાગતી નથી. એ યુગકાર્ય ભગવાન રામ કરે તો સારું. કમસે કમ જન્મ સ્થળ તો નક્કી થઈ જાય. અને એ પછી ધર્મના નામે પોતાની દુકાન’ ચલાવતા ભારતના ઘણા બધા લોકો નવરા પણ થઈ જાય.
* * * * * * *

સુરેશ કલમાડી
(Wednesday, 29 September 2010 at 06:35pm)
કોમનવેલ્થ ગેમ્સમાં સો મીટર દોડ સ્પર્ધાના ટ્રેકના છેડે ચલણી નોટોના બંડલ ખડકવામાં આવે તો સુરેશ કલમાડી દેશ માટે ગોલ્ડ મેડલ ચોક્કસ લઇ આવશે. મને વિશ્વાસ છે. તમને?
* * * * * * *

(Thursday, 30 September 2010 at 06:04pm)
FACE BOOKઆ આઠ અક્ષરના શબ્દ અને નવા જમાનાની સુવિધાએ એવા જ આઠ અક્ષરના શબ્દ સગવડનું મહત્ત્વ ઘટાડી નાખ્યું POST CARD.
* * * * * * *

(Saturday, 9 October 2010 at 06:22 pm)
અમદાવાદના અતિ વિકસિત ગણાતા બોપલ વિસ્તારમાં રસ્તા એટલા ધોવાઈ ગયા છે કે નવા રસ્તા બનાવવા પત્થર કેટલા પ્રમાણમાં જોઇશે તેનો અંદાજ સહેલાઈથી લગાવી શકાય, જૂનું મટીરિયલ ઉપર જ દેખાય છે.
* * * * * * *

(Thursday, 14 October 2010 at 06:03pm)
બેન્કની સુચના (2010) – રોકડ ઉપાડ કરવા માગનારે સાથે PASS BOOK અવશ્ય રાખવી.
બેન્કની સુચના (2012) – રોકડ ઉપાડ કરવા માગનાર પોતાનું FACE BOOK Account બતાવશે તો PASS BOOKનો આગ્રહ રાખવામાં નહીં આવે.
* * * * * * *

(Saturday, 16 October 2010 at 05:32pm)
નવરાત્રીમાં ગરબા રમવા માટે ટ્રેડીશનલ ડ્રેસ ફરજીયાત હોય છે તો એવો નિયમ ગરબા ગાયકોને લાગુ પાડી શકાશે ખરોદાખલા તરીકે ફાલ્ગૂની પાઠક કે પછી કોઈ પણ ગાયક –ગાયિકા.
* * * * * * *

(Tuesday, 19 October 2010 at 06:49pm)
દિવાળી – નવું વર્ષ અને લગ્નગાળાની ઋતુ નજીક છે, સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે પણ ભારતમાં આજકાલ લોકો કોલસામાં રોકાણ કરી રહ્યા છે. કેમકે ભારત સરકારની માલિકીની નવરત્ન કંપની કોલ ઇન્ડિયા લિમિટેડનું જાહેર ભરણું – પબ્લિક ઈશ્યુ ચાલી રહ્યો છે.
* * * * * * *

(Saturday, 23 October 2010 at 06:06 pm)
બેકવર્ડ ઇન્ટીગ્રેશનનું સૌથી મોટું ઉદાહરણ ગોદરેજ કંપનીએ પૂરું પાડ્યું છે. 113 વર્ષ પહેલાં 1897માં તાળા બનાવવાથી કામગીરી શરૂ કરનાર કંપનીએ એ પછી નહાવાના સાબુ, તિજોરી, ફર્નિચર, રેફ્રીજરેટર જેવી કંઈક વસ્તુઓનું ઉત્પાદન કર્યા પછી તેને રાખવા માટે ઘર બનાવ્યું જેને તાળું પણ ગોદરેજનું જ મારવું પડે. અમદાવાદમાં આ કંપનીએ ગોદરેજ ગાર્ડન સીટી નામે હાઉસિંગ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આને ફોરવર્ડ ઈન્ટીગ્રેશન ગણાવાય તોય મને વાંધો નથી.
* * * * * * *

(Tuesday, 26 October 2010 at 05:59pm)
અમદાવાદમાં જ્યાં રહું છું ત્યાં વસ્ત્રાપુર તળાવની ફૂટપાથે રવિવારની સવારે દેશની નામાંકિત જીવન વીમા કંપની એલ.આઈ.સી.નો સ્ટોલ જોયો. વીમાની પાકતી રકમમાં વધારો કરી આપવાનો દાવો કરનારા તેમની એક પણ વિગત આપ્યા વગર સામેની વ્યક્તિ પાસે તમામ વિગતો માંગતા હતા. ફોન – મોબાઇલ નંબર જેવી વિગતો મેળવીને પાછળથી માર્કેટિંગના નામે લોકોનો સંપર્ક કરવાનો તેમનો બદઇરાદો જાણ્યા પછી પોલીસને જાણ કરી તો સ્ટોલનો સંકેલો મિનિટોમાં થઈ ગયો.
* * * * * * *

(Friday, 29 October 2010 at 06:38pm)
પબ્લિક રિલેશન્સની સમજ આપતા અને તેનો વ્યાપ કેમ વધારી શકાય તેની જાણકારી આપતા અમદાવાદમાં યોજાયેલા એક સેમીનારના પ્રારંભેજ સહુ ઉપસ્થિતોને કહેવાયું કે મોબાઇલ સ્વીચ ઓફ કરી દેજો. મોબાઇલ સ્વીચ ઓફ કર્યા પછી પબ્લિક રિલેશન કેવી રીતે વ્યાપક બનાવી શકાય તે આયોજકો સમજાવી શક્યા નહિ. મોબાઇલ વાઇબ્રેટીંગ મોડ પર કેમ ના રાખી શકાય તેનો ખુલાસો આયોજકો પાસે હતો નહિ.
* * * * * * *

(Saturday, 20 November 2010 at 05:46pm)
દૂરસંચાર વિભાગ અને એ. રાજાનું ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ ના થયું હોત તો મોબાઈલમાં પર સેકન્ડ એક પૈસાનો કોલ ચાર્જ પાંચ વર્ષ પહેલા આવી ગયો હોત.
* * * * * * *

(Tuesday, 23 November 2010 at 04:52pm)
ગુજરાત – અમદાવાદમાં અત્યારે સ્વેટરની ઉપર રેઇનકોટ પહેરવો પડે એવી સિઝન છે.
* * * * * * *

(Tuesday, 30 November 2010 at 09:29pm)
અમદાવાદ સહિત ઘણા બધા શહેરોમાં કારમાં મૂકેલા લેપટોપ ચોરીના બનાવો વધી ગયા પછી તેને અટકાવવાનો રામબાણ ઇલાજ આ રહ્યો. લેપટોપ કારમાં જ રાખવાનું પણ બોનેટની નીચે.
* * * * * * *

(Saturday, 11 December 2010 at 03:45pm)
ટુ જી સ્પેક્ટ્રમ કૌભાંડ સંબંધે નીરા રાડિયા, રતન તાતાને સાંકળતી ટેપ લીક થયા પછી તેના પ્રસારણ માટેસાંભળવા માટે ટાટા સ્કાઈ સેટેલાઈટ ટીવી કનેક્શનનો જ લાભ કેટલાકને મળ્યો તે પણ જેવી તેવી વાત છે.
* * * * * * *

(Tuesday, 14 December 2010 at 10:24pm)
સવાસો વર્ષની થવા આવેલી આજની કોંગ્રેસ અને G, સ્થાપના વર્ષ 1885થી1947 મહાત્માG, 1947થી1964 નહેરૂG, 1964થી 1984 ઇન્દિરાG (Mrs. G), 1984થી1991 રાજીવG, 1991થી1996 સીતારામ કેસરીG (કોંગ્રેસના ખજાનચી અને પ્રમુખ ન ખાતા, ન વહી કેસરીજી કરે વો સહી)1996થી2010 સોનિયાG, 2010 SCAM 2G.
* * * * * * *

(Friday, 17 December 2010 at 02:07pm)
ભણતર કરતાં ગણતર વધુ અગત્યનું છે એ પણ 2G સ્પેક્ટ્રમ કૌભાંડે સાબિત કરી આપ્યું. સંદેશાવ્યવહાર ક્ષેત્રે ભારતને વીસમી સદીમાં જ એકવીસમી સદીનો અનુભવ કરાવનાર ટેક્નોક્રેટ સામ પિત્રોડા કરતાં તેની ટેક્નોલોજીનો વેપાર ફાળવણી કરનારા રાજા રાડિયા વધુ ખાટી ગયા.
* * * * * * *

(Sunday, 26 December 2010 at 02:04pm)
રાજાએ ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ ન કર્યું હોત તો કમ સે કમ બીએસએનએલના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ બીજા કરતાં વહેલા મળી ગયો હોત. (ટેલિફોન બીલ ચૂકવતી વખતે કાને પડેલી કર્મચારીઓ વચ્ચેની વાતચીત)

(સંબંધિત તસવીરો : નેટ પરથી)

3 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની ઓગણચાલીસમી પોસ્ટ (30 ઓક્ટોબર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 22 માર્ચ 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
    39મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 30-10-2012 to 30-10-2013 – 430

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    39મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 30-10-2013 to 30-10-2014 – 30

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete