ભણતરની આજની વ્યાખ્યા
પ્રમાણે ઉચ્ચતર પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ભણતા ત્યારે ગુજરાતી વિષયની પરીક્ષામાં
‘કહેવતની
પાદપૂર્તિ કરો’ એવો સવાલ
આવતો. આજેય આવતો હશે એમ માની લઇએ. તો કહેવત છે કે.....
‘કુતરાની પૂંછડી વાંકી તે વાંકી’
હવે આ
કહેવતને ખોટી પાડતો હોય એવો સીધી પૂંછડીવાળો કુતરો / Dog અમદાવાદની ગલીઓમાં ‘હરતાંફરતાં’ મળી આવ્યો
છે. લો તમે પણ જુઓ.
હું એકદમ ‘સ્ટ્રેઇટ ફોરવર્ડ’ છું |
કોઈ ભયજનક
સ્થિતિનું નિર્માણ થાય તો કુતરાના કાન સરવા થાય, પૂંછડી સહેજ ટાઇટ કરે અને ક્યારેક પ્રતિક્રિયા રૂપે ભસે
ય ખરો એવું સામાન્યપણે આપણે જોતા આવ્યા છીએ. એટલે એવી જ કોઈ સ્થિતિ નિર્માઈ હશે તેમ
માનીને હું પણ તેને જોતો રહ્યો. તો ખબર પડી કે તેની પૂંછડી તદ્દન સ્વાભાવિક લાગે એવા
ક્રમમાં જ સીધી અને ઊભી રહેતી હતી.
ચાલો સારું
થયું. સ્ટ્રેઇટ ફોરવર્ડ માણસોની સંખ્યા આમેય ઓછી થતી જતી હોય એવા સમયકાળમાં ‘સ્ટ્રેઇટ ફોરવર્ડ પૂંછડી’ ધરાવતો શ્વાન પણ છેવટે મળ્યો તો ખરો.
તેની ઊભી
પૂંછડી જોઇને યાદ આવ્યા ડોગ ક્લિનિક / Pets Clinic. અમદાવાદ, વડોદરા, રાજકોટ
કે સુરત જેવા ભારતભરના શહેરોમાં પ્રેક્ટિસિંગ વેટરિનરિ ડૉક્ટરના દવાખાના જોવા મળે.
તેમના દર્દીઓમાં બહુમતી કુતરાઓની જ હોય તો મુંબઈ જેવા શહેરમાં મ્યાઉંમાસી બિલાડી પણ
હોય. શોખથી કુતરાને પાળવા-પોસવાવાળા એક વર્ગનો બીજો
શોખ હોય કુતરાની પૂંછડી સીધી કરાવવાનો. હવે એ કંઈ એમ સીધી થાય નહીં. એટલે પાલતુ કુતરાના
તદ્દન ફાલતુ માલિકો તેને સીધી કરાવવા રીતસરની વાઢકાપ કરાવે / Dog Tail Cutting. આ બધું કુતરુ જ્યારે ‘બચ્ચું’ હોય ત્યારે
થાય એટલે પીડાદાયક હોય. એમ તો પૂંછડી સીધી કરાવવાની પ્રક્રિયા કુતરાં પર ગમે તે ઉંમરે
થાય એ પીડાદાયક જ હોય. વેટરિનરિ ડોક્ટરની ભાષામાં પૂંછડીની આ પ્રકારની વાઢકાપને Docking તરીકે
ઓળખવામાં આવે છે.
કુમળા કુતરાની પૂંછડી પર 'કાતર'કામ |
સ્ટડ ફાર્મમાં
ઘોડા ઉછેરતા તાલેવંતોને પણ ઘોડાની પૂંછડી કપાવવાની આવી લગની લાગી હોય છે. તેના કારણો
કુતરા કરતા જુદા હોય છે. કુતરાની પૂંછડી કપાવવાથી એ સીધી તો ક્યારેય થતી નથી. હા, ટૂંકી
થાય છે. અને એનો પાલક – માલિક એમ સમજવા માંડે છે કે તે સીધી થઈ ગઈ. વાઢકાપની આ પ્રક્રિયામાં
વર્ષોવર્ષ કંઈ કેટલાય બચ્ચાંને પૂંછડીના ભાગે સેપ્ટિક / Septic થાય અને
અંતે મોતને ભેટે. આવું થાય ત્યારે કુતરાના ‘માલિક’ની સ્થિતિ થોડીક તો કફોડી થાય છે. કારણ રોકડા રૂપિયા ચૂકવીને લાવેલા બચ્ચાને ઉછેરવા
પાછળ ઠીક-ઠીક રૂપિયાનો ખર્ચ થયો હોય છે. મોટેભાગે તેની ‘બજાર કિંમત’ વધારે
ઉપજાવવા માટે જ આ કવાયત થતી હોય. એમાં રૂપિયા ચૂકવીને કરાવાયેલી ‘વણજોઇતી
વાઢકાપ’ પછી તે
મોતને ભેટે ત્યારે તેના માલિક માટે તે ‘ખોટનો સોદો’ સાબિત
થતો હોય છે.
THANKS. NICE. ENJOYED THE TRUTH.
ReplyDeleteTIME IS CHANGING. WHY DOGS MAY NOT CHANGE.
HAVE A NICE DAY WITH NEW CHANGES
JAY GAJJAR
મજા પડી.. મેં પણ કેટલાક કૂતરા જોયા છે જેની પૂંછડી સીધી હોય!!
ReplyDeleteGOOD ONE
ReplyDelete'સ્ટડ ફાર્મમાં ઘોડા ઉછેરતા તાલેવંતોને પણ ઘોડાની પૂંછડી કપાવવાની આવી લગની લાગી હોય છે. તેના કારણો કુતરા કરતા જુદા હોય છે.'
ReplyDeleteબીનીતભાઈ, અમારા કુતૂહલને આમ ઉશ્કેર્યા પછી કારણો આપતા નથી તો એમાં કંઈ ટ્રેડ સિક્રેટ છે ?
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની પચીસમી પોસ્ટ (25 ઓગસ્ટ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
ભસતા કુતરાથી ડરીને કે અન્ય કારણોસર કોઈ ભાગે તો 'ઊભી પૂંછડીએ ભાગ્યો' એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. જો કે અહીં તો કુતરાએ ખુદે પૂંછડી ઊભી કરી છે. શક્ય છે આસપાસમાં નગરપાલિકા - મ્યુનિસિપલ તંત્રની 'કુતરા પકડવાની ગાડી'એ દેખા દીધી હોય અને આ 'મહાશય'એ ભાગવાની તૈયારી આરંભી હોય. એ જે હોય તે. બાકી.....
નીરવભાઈ પટેલને જણાવવાનું કે ઘોડાની બાબતમાં હું કોઈ ટ્રેડ સિક્રેટ રાખી શકું એવી મારી હેસિયત (આર્થિક જ સ્તો!) નથી. ખાંખાખોળા કરતા એટલી ખબર પડી છે કે સ્ટડ ફાર્મમાં ઘોડા ઉછેરતા તાલેવંતો રેસના મેદાનમાં ઉતારવા ઇચ્છતા ઘોડાની પૂંછડી કપાવી નાંખે છે. એમ કરવાથી ઘોડો જાતવાન થાય અને ડર્બી ટ્રેક પર ઝડપથી દોડે એવી તેમની માન્યતા હોય છે. આ ફક્ત માન્યતા જ છે જેને કોઈ વૈજ્ઞાનિક કે પ્રાણી વિજ્ઞાનનો આધાર મળતો નથી. ઉપરોક્ત બ્લોગપોસ્ટનો વિષય 'કુતરો' હોવાથી મેં ઘોડાને 'ડિસ્ટર્બ' કર્યો નથી. ક્યારેક તેનો 'કેસ' પણ હાથમાં લઇશું.
બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 5 સપ્ટેમ્બર 2012
પ્રિય મિત્રો,
ReplyDelete25 ફેબ્રુઆરી 2012થી પ્રારંભેલા બ્લોગ ‘હરતાંફરતાં’ને આજે દોઢ વર્ષ પૂર્ણ થયું.
25મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 25-08-2012 to 25-08-2013 – 420
બિનીત મોદી (અમદાવાદ)
પ્રિય મિત્રો,
ReplyDelete25મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 25-08-2013 to 25-08-2014 – 90
બિનીત મોદી (અમદાવાદ)