(જુલાઈ – 2016) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 69મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ
પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જુલાઈ – 2016. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા
એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Friday, 1 July 2016
at 08:00am)
ખીસું, ગજવું, પાકિટ ’ને બટવો...સઘળું ફંફોસી નાખ ફરી-ફરી...
નીકળશે કડકડતી ચલણી નોટો...’ને હશે
રઘુરામ રાજનની સહી...
સ્વમાની કવયિત્રીના ‘સ્વામી’ની મનમાની
રચના...
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના બાસઠમા સ્થાપના દિન
નિમિત્તે...
* * * * * * *
(Monday, 4 July 2016 at 03:00pm)
ભગવાન જગન્નાથજીની આ વર્ષની 139મી રથયાત્રામાં એકત્રીસમો અખાડો
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના
સભ્યો વચ્ચે ચાલતા મલ્લયુદ્ધના કરતબો દર્શાવે તેવી વકી છે.
લિ. બેની લડાઇમાં ફાવતો ત્રીજો એવો માલપુઆનો પ્રેમી
* * * * * * *
માર્કો પોલો ‘વિશ્વપ્રવાસી’ |
(Friday, 8 July 2016 at 09:00am)
ચારેય દિશાઓમાં જોઈ...
તારી યાત્રાઓ હવાઈ...
માર્કો પોલો પણ ગયો છે શરમાઈ.
લિ. ફૉરિન્ ટુરના
એકમાત્ર સ્વદેશી આયોજક
* * * * * * *
વણઝારાને મર્સિડીઝ કાર ભેટ આપનાર પુત્ર અને... |
લાંચ લેનાર પુત્ર અર્જુન અને સાથીદાર જસવંતસિંહ હજુરી |
(Monday, 11 July 2016 at 09:00am)
ગુજરાત પ્રવેશની મંજૂરી મળતા પૂર્વ પોલીસ અધિકારી
ડી.જી. વણઝારાનો ઉદ્યોગપતિ પુત્ર પપ્પાને પંચોતેર લાખ રૂપિયાની મર્સિડીઝ કાર
ભેટમાં આપે છે તેના બીજા મહિને મામલતદાર પુત્ર પંચોતેર હજાર રૂપરડીની લાંચ લેતા
પકડાય છે.
હે ‘સ્વામી’ રઘુરામ
રાજન...આ આર્થિક અસમાનતા ક્યારે દૂર થશે?
લિ. આર્થિક અસમાનતાનો એડવોકેટ
* * * * * * *
(Thursday, 14 July 2016 at 03:00pm)
કશ્મીર સમસ્યા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તરફથી
મળેલી એવી ભેટ છે જેને તેમના પછીના નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનો તોશાખાનામાં
જમે કરાવી શકતા નથી.
તોશાખાનું = હોદ્દા પર રહેતાં સત્તાવાર ધોરણે મળેલી
કીમતી ભેટ-સોગાદોને જમા કરાવવાનો સરકારી વિભાગ
લિ. તોશાખાનાનો કારકુન
* * * * * * *
(Monday, 18 July 2016 at 09:00am)
“પપ્પા, મારે ગૌરીવ્રત કરવું છે.”
“એથી શું થાય?”
“સારો વર મળે.”
“કોઈ જરૂર
નથી. વ્રત કર્યા વગર પણ તારી મમ્મીને હું મળ્યોને.”
ડમડમબાબા ડાયલૉગ
સિરીઝ.....
* * * * * * *
(Monday, 18 July 2016 at 06:00pm)
“મમ્મી, મારે ગૌરીવ્રત કરવું છે.”
“એથી શું થાય?”
“સારો વર મળે.”
“કોઈ જરૂર
નથી. વ્રત કર્યા પછી પણ મારે લમણે કોણ લખાયું એ તું જૂએ છે ને?”
ડમડમબાબા ડાયલૉગ
સિરીઝ.....
* * * * * * *
(Thursday, 21 July 2016 at 09:00am)
આજથી શરૂ થતી તદ્દન નવી માર્ગદર્શન શ્રેણી...ભાગ – 1
Sister, ગત ચોમાસાથી ઓણ સાલના પહેલા વરસાદ સુધી આચર-કુચર ખાવાના કારણે ગયા વર્ષે
ખરીદેલો રેનકોટ બંધબેસતો નથી. તો એને ઑલ્ટર કરાવી શકાય?
લિ. વૉડ્રોબમાં માત્ર રેનકોટ ધરાવતો જણ
તાજાકલમ : માર્ગદર્શન ન
આપી શકો તો મને Unfriend તેમજ BLOCK કરી આપનું ફેસબુક અકાઉન્ટ Deactivate કરી દેવા
વિનંતી છે. કેમ કે માર્ગદર્શન ન આપી શકતા હો તો પછી પ્રોફાઇલ ચાલુ રાખવાનો કોઈ
અર્થ સરતો નથી.
* * * * * * *
(Friday, 22 July 2016 at 11:00am)
“રજનીકાન્ત
ગુજરાતી ફિલ્મમાં આવવાનો છે.”
“કઈ ફિલમમાં?”
“હાલમાં
શૂટિંગ ફ્લોર પર છે એ તમામમાં...”
ડમડમબાબા ડાયલૉગ
સિરીઝ.....
* * * * * * *
ધારીના ધારાસભ્ય નલીન કોટડિયા |
(Thursday, 28 July 2016 at 12:00 Noon)
પાણીના પ્રશ્નને લઈ રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર
કાર્યકરનું સમગ્ર જીવન છેવટે પાણીમાં જ જાય છે.
લિ. નલીન કોટડિયા અને સુરેન્દ્ર ‘કાકા’ પટેલના અંગત ‘રાઝ’જ્યોતિષી
ગયા મહિને અહીં મુકેલી જૂન – 2016ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જુલાઈ – 2011, જુલાઈ – 2012, જુલાઈ – 2013, જુલાઈ – 2014 તેમજ જુલાઈ – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.blogspot.in/2012/08/2011.html
http://binitmodi.blogspot.in/2012/08/2011.html
વાહ, જલ્સાનું એક નવું ઠેકાણું!
ReplyDelete