(એપ્રિલ – 2016) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 66મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ
પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ – 2016. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
ફેસબુક હેડક્વાર્ટર |
(Friday, 1 April 2016
at 12:00Noon)
‘ફેસબુક’ પર સતત આઠ
કલાક લોગ-ઇન રહેનારને નોકરીનો ભાગ ગણી એ દિવસ પૂરતો પગાર જમે આપવામાં આવશે.
તા.ક. ‘આ તો એપ્રિલ
ફૂલ છે’ તેમ માનવું નહીં. જ્યાંથી પગાર
મેળવતા હો એ સંસ્થાનું જે-તે દિવસનું કપાત પગારનું અસલ સર્ટી જમે કરાવવાનું રહેશે.
તો એ મેળવવા મંડી પડો.
તા.ક.ના તા.ક. બેકારોએ આટલો લાંબો સમય લોગ-ઇન રહેવાનો
વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં ‘ટ્વિટર’ પર ટ્રાય
કરવાનું સલાહભરેલું છે.
* * * * * * *
(Monday, 4 April 2016 at 02:22pm)
બૅન્ક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવા માટે ઘણા
બધા દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણિત નકલ (સર્ટિફાઇડ ફોટોકોપી / ઝેરોક્ષ) આપવી પડે
છે...પરંતુ...
એ જ લોનને NPA / Non Performing Assets જાહેર કરાવવા માટે એક સાદા કાગળ પર અરજી કરવાની રહે છે...
અને ઝેરોક્ષ વાળો મોટે ભાગે એ એક કાગળ મફત આપે છે.
* * * * * * *
(Wednesday, 6 April 2016 at 01:00pm)
ભારતમાં બે જ રાજકીય પક્ષો છે – કૉંગ્રેસ અને કમળ કૉંગ્રેસ
(ભારતીય જનતા પક્ષના 38મા સ્થાપના દિને ડમડમબાબાની
વિશેષ રજૂઆત)
* * * * * * *
(Friday, 8 April 2016 at 10:00am)
સમાચાર : ‘પનામા લિક્સ’ પેપર
રિપોર્ટને કારણે દુનિયાભરની સંખ્યાબંધ બેનામી
કંપનીઓ વિશે ખુલાસો થયો.
આલિયા ભટ્ટ : રામ ગોપાલ
વર્માની જેમ એક જ ‘કંપની’ બનાવવાની હોય
ને? અઢળક ‘કંપનીઓ’
બનાવીને શું કરવાનું, નંઇ પપ્પા?
* * * * * * *
(Wednesday, 13 April 2016 at 01:11pm)
દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની એક શાખા મહેસાણામાં શરૂ થઈ
રહી છે એટલે લાખ – બે લાખ રૂપિયાની વાર્ષિક ફી ચૂકવીને
મોંઘીદાટ સ્કૂલમાં ભણનારા પટેલ – ઠાકોરના પનોતા સંતાનોને
અનામતની જરૂર રહેશે નહીં.
લિ. વિદ્યા શાસ્ત્રીનું બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પૂર્વે
પૂર્વાનુમાન
સ્પષ્ટતા : ખરેખર હું વિદ્યાશાસ્ત્રી (કે
શિક્ષણશાસ્ત્રી) છું નહીં. આ તો મારું નામ-અટક છે.
* * * * * * *
(Friday, 15 April 2016 at 12:34pm)
બિલ્ડરોના સંઘે જાહેર કર્યું છે કે ફિલ્મો – ટી.વી. સિરિઅલોમાં દેખાડે છે એવા મોટા ડ્રોઇંગ રૂમ તો અમારા આર્કિટેક્ટ, એન્જિનિઅર અને કડિયા પણ બનાવી શકતા
નથી.
* * * * * * *
(Monday, 18 April 2016 at 01:45pm)
હવે પછી મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકો તો મને
(એટલે કે ડોન્ગલને) બાદ રાખજો.
લિ. ડોન્ગલ મંગલ દંગલ કરવાવાળા
* * * * * * *
(Tuesday, 19 April 2016 at 01:25pm)
સામાન્ય જ્ઞાન શ્રેણી...
“ગુજરાતમાં સીઝનનો સર્વપ્રથમ કેસર કેરીનો રસ ક્યાં, ક્યારે અને
કોના દ્વારા પીરસવામાં આવે છે?”
“તલગાજરડા-મહુવા
મુકામે યોજાતા અસ્મિતા પર્વ દરમિયાન યજમાન મોરારિદાસ હરિયાણી દ્વારા.”
* * * * * * *
(Friday, 22 April 2016 at 11:00am)
આજે (22 એપ્રિલ)
Earth Day છે.
Earth = એવો અંગ્રેજી
શબ્દ જેનો ગુજરાતીમાં ‘અર્થ’ થાય
છે...પૃથ્વી.
* * * * * * *
(Monday, 25 April 2016 at 01:11pm)
નવા નાણાકીય વર્ષના પ્રારંભે એપ્રિલ મહિનામાં
બૅન્કોમાં રેલવે સ્ટેશન જેટલી ભીડ હોય છે.
લિ. લોનલાખેશરીબાબા
* * * * * * *
બ્લડ ક્રોસમેચ ચાર્ટ |
(Friday, 29 April 2016 at 09:09am)
‘કુત્તે – કમીને...મૈં
તેરા ખૂન પી જાઉંગા...’
બ્લડ ક્રોસમેચ કરવાને કા દાક્તરી ‘ધરમ’ ભૂલ મત જાના.
લિ. ફ્રોડ ફ્રાઇડે ફિલમ ફાઇનાન્સ કંપનીવાળા
* * * * * * *
અમદાવાદ એરબૅટિક્સ શૉ 2016 (*) |
(Saturday, 30 April 2016 at 11:05am)
ગાયોને કહી દેજો ગોધૂલિ ટાણે ગમાણમાં વેળાસર પાછી
ફરે...
અમદાવાદના આકાશમાં આજે એરોપ્લેનના એરબૅટિક્સ
થવાના છે.
સર્જક કવિ ગોચરની નવી રચના
ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2016ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ – 2011, એપ્રિલ – 2012, એપ્રિલ – 2013, એપ્રિલ – 2014 તેમજ એપ્રિલ – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
No comments:
Post a Comment