(ફેબ્રુઆરી – 2016) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 64મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ
પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ફેબ્રુઆરી – 2016. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Monday, 1 February 2016 at 10:20am)
નિર્જીવ વસ્તુના પ્રવાસના વિક્રમની નોંધ લેતાં તેમજ
દિવસો અને કિલોમીટરની તુલનાએ ગણતરી કરતા ‘ગુજકોક’ બિલની ફાઇલોએ ગાંધીનગર – દિલ્હી – ગાંધીનગર વચ્ચે હરતાંફરતાં 2003થી સતત
ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
* * * * * * *
(Tuesday, 2 February 2016 at 07:40pm)
ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત ‘વ્યસન મુક્તિ મહાકુંભ’ પછી પટેલોમાં બે ભાગલા પડી
ગયા છે...ચરોતરના તમાકુ પકવતા પટેલો અને એ સિવાયના
તમાકુનું વાવેતર નહીં કરતા પટેલો.
* * * * * * *
(Friday, 5 February 2016 at 11:11am)
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપતી નવી નાણાકીય નીતિ
ગુજરાત સરકારે એવે સમયે જાહેર કરી છે...જ્યારે...અભિનયના અસલી સુપરસ્ટાર દિલ્હી
ચાલ્યા ગયા છે.
* * * * * * *
(Tuesday, 9 February 2016 at 03:40pm)
લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર, કલ્યાણસિંહ, યશવન્ત સિન્હા, રામ જેઠમલાણી, શત્રુઘ્ન સિન્હા, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા વગેરેએ પોલિટિકલ
સ્ટાર્ટ-અપ અંગે ગંભીરતાથી વિચારવા જેવું છે.
* * * * * * *
(Wednesday, 10 February 2016 at 04:30pm)
ઉંમરને લઇને કે વીઆરએસને કારણે નિવૃત્ત થયેલા જણને
એકવાર અપાર્ટમન્ટ – સોસાઇટીનો ચેરમેન – સેક્રેટરી
બનાવી દો...
...પછી જે ઉપાડો લે તેનું કંઈ
કહેવાય નહીં...સહેવાય નહીં...
* * * * * * *
(Thursday, 11 February 2016 at 12:12pm)
સ્માર્ટફોનમાં મોં ખોસી રાખવાની આદતના કારણે માથામાં
તેલ નાંખી આપનારનું કામ અગાઉ કરતા સહેલું થયું છે.
* * * * * * *
હર્ષદ મહેતા (બીગ બુલ, 1990) |
(Thursday, 11 February 2016 at 08:10pm)
શેરબજાર, સેન્સેક્સ, સામાયિક અને ‘સંત’ મોરારીબાપુ...
શેરબજારમાં આજે દિવસ દરમિયાન 800 પૉઇન્ટનો કડાકો...(11 ફેબ્રુઆરી 2016)
હર્ષદ મહેતા (1990), કેતન પારેખ (2001) અને જિજ્ઞેશ શાહ (2014) સરખા સટોડિયાઓની સૌથી વધુ અને
એકસરખી વકીલાત કરનારા ‘ચિત્રલેખા’ સામાયિક
દ્વારા આજે સાંજે આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન છે મોરારીબાપુ...
કેતન પારેખ (સ્ટોક સ્કેમ, 2001) |
...અને કાર્યક્રમનું સ્થળ છે – મુંબઈનું
શેરબજાર ઉર્ફે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ...
સેન્સેક્સ – જોઇએ હવે
કાલે તારું શું થાય છે. સ્પોન્સર્ડ સટોડિયાઓ પણ તારી ગતિ – દુર્ગતિની
રાહ જોઈ રહ્યા છે.
* * * * * * *
(Sunday, 14 February 2016 at 12:34pm)
પ્રેમ કરવામાં બહુ ગણતરીઓ કરવાની ના હોય...
પણ જમાનાની તાસીર અને આજની તારીખ એમ કરવાની ફરજ પાડે
છે...
14 + 2 = (20) 16 –
Happy Valentine’s Day
* * * * * * *
(Monday, 15 February 2016 at 12:34pm)
લોહીનો પેથૉલૉજી ટેસ્ટ કરાવો ત્યારે ફૉર્મમાં ‘દેશદાઝ’ સામે ટિક્
માર્ક કરી દેવું...
...ખબર પડે કે રહી છે કે નહીં અને
સરકાર ‘માઈ-બાપ’ને જણાવી પણ
શકાય.
* * * * * * *
ચાઇનીઝની લારીઓની સેવામાં : ગુજરાત યુનિવર્સિટી |
(Thursday, 18 February 2016 at 12:15pm)
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)ના કેમ્પસ્ પર થતી પ્રવૃત્તિ
રાષ્ટ્રવિરોધી કહેવાતી હોય તો ગુજરાત યુનિવર્સિટી (GU)ના કેમ્પસ્ બહાર થતી પ્રવૃત્તિને
પણ રાષ્ટ્રવિરોધી જ લેખાવવી જોઇએ...
કેમ કે...તેની ચારેબાજુ ચાઇનીઝની લારીઓ ‘રાષ્ટ્રસેવા’માં ખડે પગે
અડીંગો જમાવીને ઊભી છે.
* * * * * * *
વિજય રમણિકલાલ રૂપાણી |
(Friday, 19 February 2016 at 12:39pm)
ગુજરાતમાં રાજકીય પક્ષોના પ્રદેશ પ્રમુખનો હોદ્દો
છેલ્લા દસ – પંદર વર્ષથી પનિશ્મન્ટ પોસ્ટિંગ /
Punishment Posting ગણાય છે.
કૉંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ – ભરતસિંહ
માધવસિંહ સોલંકી
ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ – વિજય
રમણિકલાલ રૂપાણી
* * * * * * *
(Sunday, 21 February 2016 at 07:50pm)
કેટલાક ઉત્સાહી લોકો ગુજરાતીમાં પણ ‘હું’ને કૅપિટલ અક્ષરમાં લખવાનો પ્રયત્ન કરતા હોય છે.
(વિશ્વ
માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી)
* * * * * * *
(Monday, 22 February 2016 at 04:44pm)
ટીવીની ચોવીસ કલાકની ચેનલોએ રાષ્ટ્રીય મુદ્દાઓની ચાદર
એટલી મોટી કરી મુકી કે સ્થાનિક પ્રશ્નો ઓશિકાના ગલેફમાં સોડ તાણીને સુતા છે.
* * * * * * *
તેજસ્વી પ્રતાપ યાદવ અને તેજ પ્રતાપ યાદવ
લાલુ પ્રસાદ યાદવના બે અણમોલ રતન
|
(Tuesday, 23 February 2016 at 05:00pm)
બિહાર વિધાનસભાની 2015માં યોજાયેલી ચૂંટણીના પરિણામો
પછી લાલુ પ્રસાદ યાદવના બે બાબા મંત્રી બની ગયા...
આમને આમ...2030 સુધીમાં નવે નવનું...હંધાયનું
ઠેકાણુ પડી જાહે.
* * * * * * *
(Wednesday, 24 February 2016 at 04:15pm)
NPAની ચર્ચા થાય, ના થાય એની હારોહાર JNU આવી પુગ્યું...RAM નસીબદાર છે.
RAM = રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ
રાજન, નાણા પ્રધાન અરૂણ જેટલી અને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
(NPA = Non Performing Assets / JNU = Jawaharlal Nehru
University)
* * * * * * *
(Friday, 26 February 2016 at 09:25am)
રેલવે સ્ટેશન પરના ‘કુલી’ બિરાદરને હવેથી ‘સહાયક’ના નામે
સંબોધવાનો છે તો પછી ‘કુલી’ ફિલ્મની
રિમેક નવા નામે જાહેર કરવાનો આજે યોગ્ય શુક્કરવાર છે.
(રેલવે બજેટ 2016 :
25 ફેબ્રુઆરી, રેલવે પ્રધાન સુરેશ પ્રભુ)
* * * * * * *
(Saturday, 27 February 2016 at 01:50pm)
ભારતમાં જંગલમાં વસતા દીપડાઓ કરતા પાંજરે પુરાયેલા
દીપડાઓની સંખ્યા વધી ગઈ છે.
* * * * * * *
નાણા પ્રધાન અરૂણ જેટલી : કેતન પારેખના વકીલ |
(Monday, 29 February 2016 at 12:00 Noon)
“છાપેલું બજેટ
પુસ્તકરૂપે અર્પણ કરવાનું હોય તો કોને કરો?”
“હર્ષદ
મહેતાના વકીલ રામ જેઠમલાણીને અને મારા અસીલ કેતન પારેખને.”
ડમડમબાબા ડાયલૉગ
સિરીઝ with અરૂણ જેટલી...
હર્ષદ મહેતા અને કેતન પારેખ = મુંબઈ
શેરબજારના સટોડિયાઓ
ગયા મહિને અહીં મુકેલી જાન્યુઆરી – 2016ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ફેબ્રુઆરી – 2011, ફેબ્રુઆરી – 2012, ફેબ્રુઆરી – 2013, ફેબ્રુઆરી – 2014 તેમજ ફેબ્રુઆરી – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/03/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/03/2011.html
(સંબંધિત તસવીરો
અને ઇમિજસ : નેટ પરથી)
No comments:
Post a Comment