પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, February 03, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2016)

(જાન્યુઆરી – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 63મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જાન્યુઆરી – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 4 January 2016 at 04:21pm)
ખીચુખમણ અને કોકોકોલાની ફોર્મ્યૂલા કોઇને ખબર નથી...કારણ કે...
છે જ નહીં.
* * * * * * *
દિલ્હીની ઑડ – ઇવન ફોર્મ્યૂલા

(
Tuesday, 12 January 2016 at 01:30pm)
જાહેર રસ્તા પર વાહન ચલાવવા માટે ઑડ ઇવન નંબર અને તારીખનો અમલ કરતા મહિનામા જો પંદર જ દિવસ વાહન ચલાવવાનું હોય તો...
...વીમા કંપનીઓ વાહનના વીમા પર પચ્ચા ટકા રાહત આપશે?
લિ. કોઈ પણ પ્રકારના રાહત પૅકેજનો ફેન
* * * * * * *

(
Wednesday, 13 January 2016 at 12:34pm)
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ બજાજ સ્કૂટરનું ઉત્પાદન પુનઃ શરૂ કરવામાં છૂપાયેલો છે.
1990ની આસપાસના કોઈ વર્ષમાં પ્રદૂષણ નિયમન માટે કેન્દ્ર સરકાર દ્વારા ટુ-સ્ટ્રોક એન્જિનના ઉત્પાદન પર પ્રતિબંધ મુકાવા સાથેના થોડા વર્ષોમાં બજાજ સ્કૂટરનો મૃત્યુઘંટ વાગી ગયો.
લગિજ્ બૉક્સની સુવિધા ધરાવતું બજાજ સ્કૂટર ફરીથી માર્કિટમાં આવે તો નાના ઓજારો સાથે કામ કરતા કારીગર વર્ગનીઑફિસ બેગ લેપટોપ ટિફિન બૉક્સ અને હેલ્મિટ સાથે ફરતા નોકરિયાત વર્ગનીફાઇલના ઢગલા સાથે કામ પાર પાડતા વકીલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તેમજ મહદ્અંશે ડૉક્ટર જેવા વ્યવસાયી વર્ગની સગવડ પણ સચવાય તેમ છે.
આમ થાય તો માત્ર મોટા શહેરો જ નહીંનાના-મોટા નગરો અને ગામડાં સુધી વકરી ગયેલી ટ્રાફિકની સમસ્યાનો અંત તો નહીં આવેહળવી જરૂર થશે.
* * * * * * *

(
ઉત્તરાયણ : Thursday, 14 January 2016 at 01:11pm)
ઉત્તરાયણના દિવસે ઇચ્છિત વ્યક્તિનો મોબાઇલ સંપર્ક ન થાય તો સમજવું કે તેઓ અગાસીને બદલે ભોંયરામાં કે બંકરમાં હશે.
* * * * * * *

(
Saturday, 16 January 2016 at 12:00 Noon)
ઘણા લોકો હિસાબના એવા પાક્કા હોય કે ફાટી ગયેલા પતંગોને પણ પસ્તીમાં ખપાવવાનો પ્રયત્ન કરે.
* * * * * * *
પરવીન દુસાન્જ – કબીર બેદી : જોડી નંબર ચાર

(
Tuesday, 19 January 2016 at 06:30pm)
પરવીન દુસાન્જને ચોથી વારની પત્ની બનાવ્યા પછી કબીર બેદી કમ-સે-કમ લગ્નની બાબતમાં સ્વર્ગસ્થ કિશોરકુમારની સમકક્ષ થઈ ગયા છે...
અભિનય અને ગાયકીની બાબતમાં સમકક્ષ બનવાનું પેન્ડિંગછે.
* * * * * * *

(Thursday, 21 January 2016 at 01:11pm)
સાહેબ...સ્ટાર્ટ-અપ કરવું છે.
કયા ક્ષેત્રમાં કરવા માગો છો?”
તમે આર્થિક રોકાણ માટે જે ઊંચો લક્ષ્યાંક રાખ્યો છે તેને સિધ્ધ કરવા ચલણી નોટોનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવાનો પ્રામાણિક ઇરાદો છે. આશિર્વાદ આપો.
ફતેહ કરો. આમેય બૅન્કો લોન આપવામાં પહોંચી નહીં વળે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Friday, 22 January 2016 at 08:00pm)
કેટલાક લોકો ખાય ત્યારે અને બોલે ત્યારે...
એમ બન્ને ટાઇમ વટાણા વેરે છે.
* * * * * * *

(
Saturday, 23 January 2016 at 05:55pm)
સંગીત શીખો શ્રેણી...(1)
રાગ યમન વગાડતી વખતે સિતાર અથવા ચહેરો યમન દેશ તરફ રાખવો.
સિતાર માટે વપરાતો વધુ સારો શબ્દ = ‘તંબૂરો
* * * * * * *
પાંચ રૂપિયાની પડીકી હાટુ...

(
Monday, 25 January 2016 at 06:50pm)
વ્યસન મુક્તિ મહાકુંભ (26 જાન્યુઆરી 2016જીએમડીસી ગ્રાઉન્ડ જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીનીઅમદાવાદ)ની આયોજક સંસ્થા ક્ષત્રિય ઠાકોર સેનાએ કાર્યક્રમ સ્થળે વૈદિક મંત્રોચ્ચાર સાથે બે વાર હવન કરાવ્યું. સ્થળ શુધ્ધિના ઉદ્દેશથી મંચનું નિર્માણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરાવ્યું.
ખાતરી રાખો...અનામત તો બચતા બચશે. આ ઉપર લખ્યા છે એ ડિંડકથી સમાજને કોણ બચાવશે?
* * * * * * *

(
Tuesday, 26 January 2016 at 06:30pm)
પાંચ રૂપિયાની પડીકીનું વ્યસન છોડાવવા હાટુ અલ્પેશભાઈએ અબજો રૂપિયાનો ધુમાડો કરી લાખ્યો.
(વ્યસન મુક્તિ મહાકુંભ : 26 જાન્યુઆરી 2016, જીએમડીસી ગ્રાઉન્ડ જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની, અમદાવાદ / આયોજક : ક્ષત્રિય ઠાકોર સેના)
* * * * * * *

(
Wednesday, 27 January 2016 at 11:11am)
એકથી બીજા મોબાઇલ ઇન્સ્ટ્રુમન્ટ્માં કૉન્ટૅક્ટ નંબરો કે ડેટાનું કૉપિ પેસ્ટ કરી આપતો જણ દુકાનની બહાર તો એમ જ કહેતો ફરતો હોય છે કે...
હું એક્સપૉર્ટ ઇમ્પોર્ટનું કરું છું.
* * * * * * *

(
Thursday, 28 January 2016 at 06:00pm)
છઠ્ઠુંપગાર પંચ મેળવતા ન્યાયાધીશની અદાલતમાં ન્યાય માગવા જતા અસીલ પાસેથી વકીલ પાંચઆંકડામાં ફી વસૂલે છે ત્યારે થાય છે એવું કે...
કેસના પ્રારંભે ચારપૈડાંની ગાડીમાં ફરતો અસીલ કેસ પૂરો થયે બેપૈડાંની સાઇકલ પર અને...
ત્રણપૈડાંની રિક્ષામાં બેસીને કૉર્ટના ધક્કા ખાતો અસીલ બેપગે હાલતો થઈ જાય છે.
* * * * * * *

(
Sunday, 31 January 2016 at 06:30pm)
ઘણા લોકો નિવૃત્ત થાય પણ 58, 60, 62 કે 65 વર્ષના ના થાય તે ના જ થાય!
(58, 60, 62 અથવા 65મું વર્ષ : ભારતની વિવિધ સરકારી અર્ધસરકારી નોકરીઓમાં સામાન્યપણે નિવૃત્તિની ઉંમર)
(28, 29, 30 અથવા 31મી તારીખ : મહિનાનો છેલ્લો દિવસ અને ભારતની વિવિધ સરકારી અર્ધસરકારી નોકરીઓમાં સામાન્યપણે નિવૃત્તિના મહિનાનો છેલ્લો દિવસ)

ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જાન્યુઆરી – 2011, જાન્યુઆરી – 2012, જાન્યુઆરી – 2013, જાન્યુઆરી – 2014 તેમજ જાન્યુઆરી 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

No comments:

Post a Comment