પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, September 03, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑગસ્ટ – 2015)

(ઑગસ્ટ – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 58મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑગસ્ટ2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 3 August 2015 at 02:22pm)
પનીરના સમચોરસ ટુકડાઓએ ગોળ ગુજરાતી થાળીની આગવી ઓળખ પર તરાપ મારી છે.
* * * * * * *

(
Wednesday, 5 August 2015 at 03:15pm)
પોર્નૉગ્રફિક વેબસાઇટ્સ બ્લૉક કરી દેવાઈ હોય કે સહેલાઇથી ખૂલતી ન હોય તો વિકલ્પે...આજે બુધવાર છે...
ગુજરાતી અખબારોની અર્ધ-સાપ્તાહિક પૂર્તિમાં પ્રકટ થતી અસમંજસ’ (ગુજરાત સમાચારલેખક : જોબન પંડિત), ‘યૌવનની સમસ્યા’ (સંદેશલેખક : સોક્રેટિસ) કે મુગ્ધાવસ્થાની મૂંઝવણજેવી સવાલ-જવાબની કૉલમો વાંચી જ શકાય છે.
* * * * * * *
ભાઈ-બહેનની જોડી : સુષ્મા સ્વરાજ અને લલિત મોદી

(
Friday, 7 August 2015 at 12:34pm)
રક્ષાબંધનનું પરબીડિયું સમયસર રવાના કરવા વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને વિનંતી કરવામાં આવે છે જેથી લલિત મોદી કયા દેશમાં છે તે શોધીને તેમને સમયસર પહોંચતું કરી શકાય.
લિ. ટપટપબાબાપ્રવક્તા ભારતીય ટપાલ વિભાગ
* * * * * * *

(
Wednesday, 12 August 2015 at 01:40pm)
રાધે માના અનુયાયીથવા માટે બાપ દીકરા વચ્ચે જામી હોડ...
(બાપ દીકરા = આશારામ અને નારાયણ સાઈ)
* * * * * * *

(
Wednesday, 19 August 2015 at 01:30pm)
યુવાન વયે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ ધરાવનાર પ્રૌઢ વયે પહોંચતા ફંક્શન ફોટોગ્રાફીમાં પણ ઝૂમ લેન્સનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી.
(19 ઑગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ)
* * * * * * *

(
Friday, 21 August 2015 at 06:00pm)
ગર્વ (કે અભિમાનથી) ડોક (કે માથું) એટલું ઊંચું ન રાખો કે હલાલ કરનારને સરળતા રહે અથવા તો ફાવતું જડી જાય. – કન્ફ્યુશિયસ
નોંધ : કન્ફ્યુશિયસએ આવું કંઈ કહ્યું નથી. આ તો તેમના નામે ઠોકાઠોક કરીએ તો ઠીક વજન પડે.
* * * * * * *
GMDC ગ્રાઉન્ડ નહીં, ગુજરાત યુનિવર્સિટી મેદાન

(
Monday, 24 August 2015 at 06:00pm)
મહારેલીમાં હાજર રહેનારા પાટીદારો માટે ફૂલવડી મોહનથાળના ફૂડપૅકેટ તૈયાર થઈ ગયા છે...જો કે સભા સ્થળ GMDC ગ્રાઉન્ડ પર દિવસે ચરવા આવતી ગાય ભેંસો આવતીકાલે ભૂખી રહેશે એ નક્કી.
નોંધ : જેને GMDC ગ્રાઉન્ડ તરીકે ઓળખાવવામાં આવે છે તે જમીનની અસલ અને એકમાત્ર માલિક ગુજરાત યુનિવર્સિટી છે જ્યાં નજીકમાં આવેલા વાળીનાથ ચોકમાં વસતા દેસાઈભાઈ-બહેનોની પાળેલી ગાયો ભેંસો ચરવા આવે છે.
* * * * * * *
માત્ર ગુગલ પ્લસ પર...

(
Thursday, 27 August 2015 at 06:30pm)
પાટીદારોની ‘આરક્ષણ’ માગવા ભરાયેલી સભા પર પોલીસ ‘દબંગ’ બનીને તૂટી પડી.
* * * * * * *
ઇન્ટરનેટનો ઉપવાસ : એક નોંધ

‘સરદાર પટેલ ગ્રૂપ’ના
બૅનર તળે મહેસાણા ખાતે 6 જુલાઈ 2015ના રોજ આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સમિતિના કન્વીનર હાર્દિક પટેલએ તાલેવંત – પૈસાપાત્ર ગણાતા પાટીદારો માટે અનામતનો લાભ મેળવવાની માગણી મુકી. એ પછી ગુજરાતના નાના-મોટા શહેરોમાં નીકળેલી સો(૧૦૦)થી વધુ રેલીઓમાં પાટીદારોએ OBC કૅટિગરિની 27 ટકા અનામતમાં પોતાના હિસ્સો માગતા આવેદનપત્રો સ્થાનિક અધિકારીઓને આપ્યા.

આટલેથી નહીં સંતોષાયેલા આગેવાનોએ પોતાની માગણી અને બુદ્ધિનું જાહેર પ્રદર્શન કરવા અમદાવાદના
GMDC ગ્રાઉન્ડ તરીકે ઓળખાતા ગુજરાત યુનિવર્સિટીના મેદાન પર 25મી ઑગસ્ટ 2015ના રોજ જાહેર સભાનું આયોજન કર્યું. તલાટીથી લઇને મામલતદાર – કલેક્ટરને આવેદનપત્રો આપી ચુકેલા આગેવાનોના આગેવાન હાર્દિક પટેલે અમદાવાદ જિલ્લા કલેક્ટરની ઑફિસ સુધી આઠ કિલોમીટર લાંબી રેલી કાઢી. એ પછી એવી માગણી મુકી કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ સભાસ્થળે આવેદનપત્ર લેવા આવે તો જ આપીએ નહીં તો અહીં જ ડેરા-તંબુ તાણીને અચોક્કસ મુદતના ઉપવાસ.

દૈનિક ધોરણે રૂપિયા નવ લાખના ભાડે અપાતા અને સભા-મહારેલી માટે માત્ર એક રૂપિયાની પ્રતિકાત્મક કિંમતે અપાયેલા મેદાનની ચોકી કરતી ગુજરાત પોલીસને લાગ્યું કે મામલો હાથમાંથી સરકી રહ્યો છે. સમી સાંજે પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસ હાર્દિક પટેલને ‘સલામતી’ના કારણોસર સભા સ્થળથી દૂર લઈ ગઈ જેનો હાજર રહેલી મેદનીએ ‘ધરપકડ થઈ’ તેવો અર્થ કર્યો.
બન્ને પક્ષે વ્યાપેલી ગેરસમજ અંતે પોલીસની ‘ડંડાવાળી’માં પરિણમી. જેના પરિણામે ગુજરાતભરમાં ફાટી નીકળેલા તોફાનોએ જાહેર મિલકતોને નુકસાન કરવા સાથે દસ નિર્દોષ નાગરિકોના પ્રાણ પણ હરી લીધા.

એકાદ દાયકાથી એકંદરે કાગળ પર શાંત ગણાતા આવેલા ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો થકી અફવાઓને જોર ન મળે તે હેતુથી ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લઇને
25 ઑગસ્ટ 2015ની મધરાતથી જ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. 1 સપ્ટેમ્બર 2015ની મધરાત સુધી ચાલેલા આ પ્રતિબંધ દરમિયાન ‘ફેસબુક’, ‘વોટ્સએપ’ જેવી સોશિઅલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ પણ પ્રતિબંધિત જ રહ્યો.

ભારતમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રતિબંધ હતો એટલે એ અર્થમાં પણ અત્યાર સુધી પાછળ રહેલું ગુજરાત ‘નંબર વન’ રાજ્ય બની ગયું.

ગયા મહિને અહીં મુકેલી જુલાઈ – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑગસ્ટ2011, ઑગસ્ટ2012, ઑગસ્ટ2013 તેમજ ઑગસ્ટ 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/09/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

No comments:

Post a Comment