(નવેમ્બર – 2015) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 61મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012, 2013 અને 2014ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર
– 2015. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Monday, 2 November 2015 at 06:50pm)
“ડાર્લિંગ...સવારે જરા વહેલો ઉઠાડજે ને...છાપાવાળો આવે એ
પહેલાં...તેની પાસે જલસોનો દિવાળી અંક ઑર્ડર કરવાનો છે.”
“શ્યોર બકા...બાય ધ વે...ડાર્લિંગનું ગુજરાતી શું થાય?”
“આ તું બોલી એ...‘બકા’...યુ આર જીનિઅસ...”
“તો પછી આવતીકાલે માળિયું સાફ કરવાનું પાકું સમજું છું...વહેલો ઉઠવાનો છે તો
થોડું દિવાળીનું કામ કરી લઇએ.”
* * * * * * *
(Tuesday, 3 November 2015 at 05:55pm)
મીસકોલથી સભ્યપદ પામેલો ભાજપનો કાર્યકર ઇ-મેલ, એસએમએસ અને વોટ્સએપ કરવા છતાં
પક્ષની મિટિંગમાં ફરકતો નથી.
* * * * * * *
(Friday, 6 November 2015 at 06:45pm)
સામી દિવાળીએ લગ્નપ્રસંગોનું પ્રમાણ નહિવત્ હોય
છે...પરંતુ...
...છોટા રાજનના સ્વદેશાગમનને કારણે
ભારતમાં આજે ‘સરકારી’ જમાઈઓની કુલ
સંખ્યામાં એકનો વધારો થયો છે.
* * * * * * *
(ધનતેરસ : Monday, 9 November 2015 at 05:35pm)
ચૂંટણી ઢંઢેરાના ભાજપી વાયદા પ્રમાણે બૅન્ક ખાતામાં
રૂપિયા પંદર – પંદર લાખ જમા થઈ ગયા હોત તો...
ભારતમાં ધનતેરસની સામૂહિક પૂજા થતી હોત.
* * * * * * *
(Monday, 16 November 2015 at 02:25pm)
‘Love
Gem Wealth Foundation’...
...કંઈ નહીં...‘પ્રેમ રતન ધન
પાયો’નું અંગ્રેજી કરીને ફિલમની નવેસરથી ફિલમ ઉતારી છે.
* * * * * * *
OROP આંદોલન |
(Wednesday, 18 November 2015 at 04:00pm)
‘સો વરસનો થાજે દીકરા’ના
આશિર્વાદ પામેલો બાળક...કિશોર વય પાર કરતા અને યુવાનીમાં ડગ માંડતા
જ...જો...ભારતીય લશ્કરમાં સામેલ થઈ પચાસની આસપાસ સેવા નિવૃત્ત થાય તો...
OROP વન રૅન્ક વન પેન્શન / One Rank One Pensionની આજકાલની
ફૉર્મ્યૂલા હેઠળ પંચાણુમે વર્ષે તેને...રૂપિયા 68,21,937=76 પૈસાનું માસિક પેન્શન મળવાપાત્ર ઠરે.
* * * * * * *
(Saturday, 21 November 2015 at 02:12pm)
પંચાયતથી પાર્લમન્ટના ચૂંટણી મતદાન અગાઉ ‘બુલેટનો જવાબ બૅલટથી આપવામાં આવશે’...એવું વાંચવામાં
આવે ત્યારે સમજવામાં બવ તકલીફ પડે છે કે...
...આ બુલેટ મોટરસાઇકલની વાત થાય છે
કે અસલી બુલિટની.
* * * * * * *
ટ્વિન્કલ ખન્ના અને ક્વિન્ટલ |
(Tuesday, 24 November 2015 at 12:12pm)
યાદશક્તિ કેળવો શ્રેણી...(1)
વજનના એકમ તરીકે ‘ક્વિન્ટલ’ શબ્દ યાદ ન
રહેતો હોય તો વિકલ્પે...સ્વર્ગસ્થ અભિનેતા રાજેશ ખન્ના – અભિનેત્રી
ડિમ્પલ કાપડિયાની દીકરી અને અભિનેતા અક્ષયકુમારની અભિનેત્રી પત્ની ‘ટ્વિન્કલ’ ખન્નાનું નામ
યાદ રાખવાનો પ્રયત્ન કરો. સફળતા મળશે જ.
* * * * * * *
બ્રાન્ડ અૅમ્બૅસેડરને બૅન્ડ બજા દિયા |
(Wednesday, 25 November 2015 at 12:40pm)
પાડાના વાંકે પ‘ખાલી’ને ડામ (જૂની કહેવત)
અસહિષ્ણુતાના વાંકે ખીસું ‘ખાલી’ કરનાર સ્નૅપ
ડીલને ડામ (નવી કહેવત)
* * * * * * *
પ્રણવ મુખરજી અને પાઇપ |
(Monday, 30 November 2015 at 03:20pm)
અવૉર્ડ વિતરણ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા આજે IIM – Ahmedabadની મુલાકાતે આવતા રાષ્ટ્રપતિ
પ્રણવ મુખરજીના સંસ્થા પ્રવેશ અગાઉ રેસીડન્સીના ઓટલે બેસીને સ્મોકિંગ સાથે
ટોળ-ટપ્પા કરતા વિદ્યાર્થીઓને ફરજ પરની પોલીસે ટપાર્યા...એટલે...
...તેમાંના એકે પોલીસને સુણાવી
દેવાની ભાષામાં જ કહ્યું...
“અમારી આટલી
સ્વતંત્રતા તો કાયમ રાખો. રાષ્ટ્રપતિ પોતે પણ દેશના નાણામંત્રી હતા ત્યારે બજેટ
બનાવતી વખતે સાઉથ બ્લૉકમાં લિજ્જતથી પાઇપ પીતા હતા.”
ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર –
2015ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012, નવેમ્બર – 2013 તેમજ નવેમ્બર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html
http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html
(સંબંધિત તસવીરો
અને ઇમિજસ : નેટ પરથી)
No comments:
Post a Comment